Tuesday, September 13, 2011

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો

જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો.

ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે એ જોઈને, સંબંધ રિસિવ કરતો થઈ ગયો,
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ, સ્વીચ ઓફ કરતો થઈ ગયો.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ, મોડેલ બદલતો થઈ ગયો,
મિસિસને છોડીને મિસને, એ કોલ કરતો થઈ ગયો.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ, જુઓને જીવ બાળતો થઈ ગયો,
સાલું , થોડી રાહ જોઈ હોત તો!, એવું ઘરમાં યે કહેતો થઈ ગયો.

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં, એમ કહેતો એ થઈ ગયો,
આજે હચ તો કાલે રિલાયન્સ એમ, ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં, કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો,
હવે શું થાય બોલો, મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!-unknown writer(i got from mail)

Wednesday, September 7, 2011

કોમ્પ્યુટર કવિતા


હું તારી HARD DISK ને તું મારી RAM,
તને કરું છું ERROR વગર નો પ્રેમ,
તું શુકામ કરે છે મને HATE,
હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
તારા તરફ થી કેમ આવે DELIVERY REPORT FAIL;
DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,
અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.
મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
કરું હું DELETE તો ફરી પાછો આવે .
તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,
DUAL-CORE ના જમાના માં P4 થી કામ ચલાવે!
- શ્રેયસ ત્રિવેદી ‘હોશ’
સ્ત્રોત: ગુજરાતીકવિતા

Sunday, September 4, 2011

શીક્ષણ?????


આજે શીક્ષકદીન ના પ્રંસગે “કૃષ્ણ દવે” ની આ સુંદર રચના:-

આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે ,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .

મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .

દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .

આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .

અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું ?
ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો ,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો !!

- કૃષ્ણ દવે


Thursday, September 1, 2011

મૈત્રીનું મૂલ્ય

તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિન્તુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ; ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે.

- મુસાફિ
Wednesday, August 31, 2011

એક દોસ્તોની કવિતા


તે કોયલનો કલરવ અને તળાવની પાળ ક્યાં છે?પોપટ બીચારો પૂછે તે આંબાની ડાળ ક્યાં છે?દોસ્તોની વાતોમાં માન ક્યાંથી આવ્યુ અલ્યા...????


તે મીઠા મુક્કાઓ અને ગાળ ક્યાં છે??હિરેન જોશી ઓનલાઈન: Hello..!!! કેમ છો..???

હિરેન જોશી ઓનલાઈન: Hello..!!! કેમ છો..???: સૌને નમસ્કાર.